JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ઇ-મુદ્રા વેબ સુરક્ષા પ્રમાણપત્ર વિવાદ: સરકારે સ્પષ્ટ કર્યું કે ડિજિટલ સહી સેવાઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે

Oct 22, 2026 | 00:52 | By JAMNAGAR MIRROR
ઇ-મુદ્રા વેબ સુરક્ષા પ્રમાણપત્ર વિવાદ: સરકારે સ્પષ્ટ કર્યું કે ડિજિટલ સહી સેવાઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઇ-મુદ્રા કંપનીની પબ્લિક કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી સુરક્ષા ઘટનાની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરી છે. સરકારે સોશિયલ મીડિયા પર ફેલાતી અવાસ્તવિક અફવાઓ અને ડરના માહોલને નકારી કાઢતા સ્પષ્ટ કર્યું છે કે ભારતીય વેબસાઇટ્સ અને એપ્લિકેશનો પર આ ઘટનાની અસર ખૂબ જ મર્યાદિત અને ટૂંકા સમય માટે રહી હતી. સરકારી નિવેદન અનુસાર, આ ઘટનાથી કંપનીની ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ અને ઇ-સાઇન સેવાઓ પર કોઈ વિપરીત અસર થઈ નથી અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે.

આ સમગ્ર વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે ઇ-મુદ્રા દ્વારા એવું ખુલાસો કરવામાં આવ્યો કે તેની વૈશ્વિક વેપાર સાથે જોડાયેલી આઠ ઇન્ટરમીડિયેટ સર્ટિફિકેટ ઓથોરિટીઝ માટે નબળી ક્રિપ્ટોગ્રાફિક કી જનરેટ થઈ હતી. આ નબળાઈના કારણે સિદ્ધાંત રૂપે કોઈ હુમલાખોર કંપનીના નામ પર નકલી પ્રમાણપત્ર જારી કરી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વૈશ્વિક સ્તરનું ઓનલાઈન ફ્રેમવર્ક છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણો હેઠળ કામ કરે છે અને ભારતીય નિયમો હેઠળ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો પર સહી કરવા માટે જારી થતી ડિજિટલ સહીઓ આ વિવાદથી સંપૂર્ણપણે અલગ અને અપ્રભાવિત છે.

તપાસ કરી રહેલી સરકારી એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ સમગ્ર સમસ્યાનો ઉદ્ભવ ગત ત્રીસમી એપ્રિલના રોજ યોજાયેલા કી-જનરેશન સમારોહ દરમિયાન થયેલી પ્રક્રિયાગત ખામીને કારણે થયો હતો, જેનાથી અપેક્ષિત મજબૂત કીની સાથે નબળી કી પણ જનરેટ થઈ ગઈ હતી. મંત્રાલય દ્વારા આ માીતે ગંભીરતાથી લેવામાં આવી છે અને સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. સરકારે નાગરિકો અને સંસ્થાઓને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી ભ્રામક માહિતીઓથી દૂર રહે અને કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે.

LATEST ARTICLES