બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને સુઈગામ તાલુકાના રાજપૂત સમાજ દ્વારા થરાદ ખાતે આવેલા કુમાર છાત્રાલય સરસ્વતી વિદ્યાલય કેમ્પસમાં એક ભવ્ય સહસ્ત્ર અને શસ્ત્ર પૂજન તેમજ પ્રતિભા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ સમગ્ર પરિસરમાં ભક્તિમય અને ઉત્સાહસભર વાતાવરણ જોવા મળ્યું હતું. સમાજના અગ્રણીઓ, ઉત્સાહી યુવાનો અને મોટી સંખ્યામાં માતૃશક્તિની ઉપસ્થિતિમાં પરંપરાગત રીત-રિવાજો અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્ર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, જેણે સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવી હતી.
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમ દરમિયાન સમાજના વડીલો અને અગ્રણીઓએ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી હતી. ચર્ચા દરમિયાન કાનજીભાઈ રાજપૂતે ભારપૂર્વક જણાવ્યું હતું કે આજના આધુનિક સમયમાં ગુણવત્તાસભર શિક્ષણ જ સૌથી મોટું સાચું શસ્ત્ર અને માનવીય પ્રગતિની અજેય ઢાલ છે. રાજપૂત સમાજ હવે તમામ પ્રકારની અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે લડીને માત્ર શિક્ષણ અને જ્ઞાનના બળે જ સમગ્ર સમાજમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. સમાજમાં સમાનતા અને જાગૃતિ લાવવા માટે આવા આયોજનો અત્યંત આવશ્યક હોવાનું વડીલોએ ઉમેર્યું હતું.
આ વિશેષ અવસરે સમાજનું નામ રોશન કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને અદ્ભુત દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સ્મૃતિચિહન અને પ્રશસ્તિપત્ર એનાયત કરી ભારોભાર પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વિવિધ સરકારી તેમજ બિન-સરકારી ક્ષેત્રોમાં નવી નિમણૂક મેળવીને સમગ્ર સમાજનું ગૌરવ વધારનાર નવયુવાન કર્મચારીઓનું પણ વિશેષ બહુમાન કરીને તેમનો હોંસલો વધારવામાં આવ્યો હતો. આ ભવ્ય સમારોહમાં ત્રણેય તાલુકામાંથી મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ, રાજકીય નેતાઓ, યુવાનો અને વડીલો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
