JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

સામાન્ય થાક કે હાર્ટ એટેકની પૂર્વચેતવણી? જમ્યા પછી કે ચાલતી વખતે દેખાતા આ છ લક્ષણો ક્યારેય ન કરતા અવગણતા

Oct 20, 2026 | 17:44 | By JAMNAGAR MIRROR
સામાન્ય થાક કે હાર્ટ એટેકની પૂર્વચેતવણી? જમ્યા પછી કે ચાલતી વખતે દેખાતા આ છ લક્ષણો ક્યારેય ન કરતા અવગણતા

માનવ શરીરના સૌથી મહત્ત્વપૂર્ણ અંગ એવા હૃદયનું સ્વાસ્થ્ય આપણા સમગ્ર જીવન પર સીધી અસર કરે છે. હૃદય સમગ્ર શરીરમાં રક્ત પહોંચાડવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે ત્યારે શરીર દ્વારા અનેક પ્રકારના ચેતવણીરૂપ સંકેતો આપવામાં આવે છે. આ સંકેતોને સમયસર ઓળખી લેવાથી ગંભીર બીમારીઓથી બચી શકાય છે. ઘણીવાર આપણે નાની-મોટી શારીરિક અગવડતાઓને સામાન્ય ગણીને નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ, જે ભવિષ્યમાં જોખમી સાબિત થઈ શકે છે. હૃદયની નબળાઈ કે કોઈ ગંભીર સમસ્યા ઊભી થવાની હોય ત્યારે શરીર અગાઉથી જ કેટલાક ખાસ સંકેતો આપવા લાગે છે, જેને સમજવા અત્યંત જરૂરી છે.

આવા સંકેતોમાં જમ્યા પછી અસામાન્ય થાક કે વધુ પડતી સુસ્તી અનુભવાવી, સાંજના સમયે પગ કે પગની ઘૂંટીમાં સોજો આવવો, અથવા શૂઝ પહેરતી વખતે કે નીચે નમતી વખતે શ્વાસ ચઢી જવો જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. તબીબી ભાષામાં આ લક્ષણોને ગંભીરતાથી લેવા જોઈએ કારણ કે તે હૃદયની પમ્પ કરવાની ક્ષમતા ઘટવા તરફ ઈશારો કરે છે. આ ઉપરાંત, થોડું ભોજન કર્યા પછી પણ પેટ ભરાઈ ગયેલું લાગવું, પેટ ફૂલવું, થોડું ચાલવાથી કે સીડીઓ ચઢવાથી અચાનક શ્વાસ રુંધાવા લાગવો અને પૂરતી ઊંઘ લીધા પછી પણ કાયમી થાક કે નબળાઈ વર્તાવી તે પણ હૃદયની અસ્વસ્થતાના પ્રારંભિક સંકેતો હોઈ શકે છે. જો કે આ લક્ષણો અન્ય સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે પણ હોઈ શકે છે, પરંતુ તેની સતતતા ચિંતાનો વિષય છે.

જો આ પ્રકારના લક્ષણો વારંવાર દેખાય અથવા તે લાંબા સમય સુધી યથાવત રહે, તો કોઈપણ પ્રકારની લાપરવાહી દાખવ્યા વગર તબીબી સલાહ લેવી અનિવાર્ય છે. ખાસ કરીને જો છાતીમાં અચાનક દુખાવો ઉપડે, ભારે દબાણ અનુભવાય, ગંભીર શ્વાસ લેવામાં તકલીફ થાય, શરીર પર ઠંડો પરસેવો વળે કે બેભાન થઈ જવાય તેવી સ્થિતિ સર્જાય તો તુરંત જ ઈમરજન્સી તબીબી સહાય મેળવવી જોઈએ. સમયસરની તપાસ અને યોગ્ય નિદાનથી હૃદય સંબંધિત જોખમોને મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે, જેથી નાની શારીરિક તકલીફો પ્રત્યે પણ હંમેશાં જાગૃત રહેવુંિતાની ગરજ સારે છે.

LATEST ARTICLES